we







વાલીયાની પ્રકૃતિ દેસાઈએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ભજન ગાયુ

પંડીત ઓમકારનાથની કર્મભૂમિ ભરૂચે અનેક સંગીત રત્‍નો આપ્‍યાં છે. નગીનભાઈ જાદવ, હરેન્‍દ્રભાઈ દિક્ષિતનીતિનભાઈ પટેલ, નરેન્‍દ્ર ટેલર, મીનેષ ચૌહાણ, સીમા પટેલ અને માધવી શાહ સહિત અનેક નામ ગણાવી શકાય. આવા જ ગુરૂજનોનો પગલે ચાલી વાલીયાની પ્રકૃતિ દેસાઈએ પિતા યોગેશ દેસાઈ પાસેથી સંગીતની તાલીમ લઈને માત્ર તેર વર્ષની ઉંમરે ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે ભજન ગાઈને ભરૂચના સંગીતમય વારસાને આગળ ધપાવ્‍યો છે.

for art, music & film related updates like/subscribe

www.facebook.com/manoranjan9foru   page

www.youtube.com/manoranjan9  youtube channel

અત્રે ઉલ્‍લેખનીય છે કે અનુપ જલોટા સાથે ભજન રામ ભજલે યા તું ભજલે રહિમ' ગાનાર પ્રકૃતિ માતાના ગર્ભમાં હતી ત્‍યારથી જ માતા-પિતાએ તેનામાં સંગીતના સંસ્‍કાર રેડયા હતાં જે આજે ચોમેર વરસી રહ્યા છે. ઉંચેડીયાની શાળામાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા પિતા અને સંગીતગુરૂ  જીજ્ઞેર પટેલ પાસેથી સંગીતની શિક્ષા ધારણ કરનાર પ્રકૃતિને બાળપણથી જ ગાવાનો શોખ હતો.

 

No comments