we







સ્થાનિક ધારાસભ્ય આ મહાશયને શહેર પ્રમુખ બનાવી પોતાના પગ પર કુહાડો મારશે..?

       સંગઠન પર્વ અનવ્યે ટૂંક સમયમાં અંક્લેશ્વર શહેર-તાલુકા પ્રમુખની રચના કરાશે. પ્રાપ્ત બિન સત્તાવાર માહિતી અનુસાર મૂળ કોંગ્રેસી અને અંક્લેશ્વર નગરપાલિકામાં ભાજપાની સત્તા પછી ભાજપામાં ઘુસેલ અને પાલિકામાં વિવિધ અગત્યના હોદ્દા શોભાવનાર મહાશય પોતાના પૈસાના જોરે અંકલેશ્વર શહેર પ્રમુખ બનવા લોબિંગ કરી રહ્યો હોવાનો હણહણાટ ભાજપાના અસલ અને પાયાના કાર્યકરોમાં શરૂ થયો છે. કહેવાય છે કે એક સમયે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રીનો લાડકો મોકો મળે વિધાનસભામાં જવા પણ આતુર છે, તેવાં સમયે સ્થાનિક ધારાસભ્ય આ સત્તા લોલુપની ખોટી મહત્વકાંક્ષા પર બ્રેક નહીં લગાવે તો ભવિષ્યમાં આ મહાશય તેમના વિધાનસભા પદને પણ પડકારી શકે છે.


ખૈર, સંગઠનમાં કોને સ્થાન આપવું એ ભાજપાના મોવડી મંડળ અને સંગઠકોનું કામ છે. ત્યારે અન્યો (રાજકીય આગેવાન કે મીડિયા)ને આ મુદ્દેથી ચંચુપાત કરવાનો કોઈ હક્ક નથી, હા મીડિયા રાજકિય વિશ્લેષણ જરૂર કરી શકે. અથવા જે તે વિસ્તારમાં આ મુદ્દે ચાલી રહેલ ચર્ચા કે પાયાના કાર્યકરોના મનની વાત મોવડી મંડળ સુધી પહોંચાડવા માધ્યમોનો સહારો લઈ શકે. કારણ એક વાત એવી પણ વહેતી થઈ છે કે આ મહાશયે ભાજપાના પેટમાં પ્રવેશ્યા પછી પગ પહોળા કરવાની નીતિ અપનાવી મૂળ અને પાયાના ભાજપી આગેવાનોનો છેદ ઉડાવવાનો ઉપક્રમ પણ અપનાવ્યો છે. સાથી નગરસેવકો પર રોફ જમાવવો, પૈસાના જોરે તેમને દબડાવવા કે અમુક ચોક્કસ સમય પછી ‘રાજાપાઠ’માં આવી તેમના પર જોહુકમી કરવી કે બેફામ ગાળો બોલવી-દેવાની વૃત્તિ પણ અપનાવી છે.

એક કાર્યકરે તો નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે થોડો સમય પહેલાં પાલિકા સંલગ્ન એક ઓફિસમાં દેવી દેવતાઓના ફોટો લગાવવા મુદ્દે પણ આ મહાશયે વિવાદ કર્યો હતો. તેમના મત અનુસાર ત્યાં લગાવાયેલ દેવી દેવતાઓના ફોટોઓની કોઈ જરૂર ન હોય પોતાના સાથી પદાધિકારી-ચૂંટાયેલ સભ્યને દેવી દેવતાઓના ફોટો હટાવી લેવા દબાણ કરવા સાથે ગાળા-ગાળી પણ કરી હતી..! 



    ગાળા-ગાળીની વાત નીકળી છે તો આ મહાશયે વિરોધપક્ષ તરફથી ચૂંટણી લડનાર નેતાને બેફામ ગાળો દેવા સાથે ‘હું ગુંડો છું..! ઉઠાવી લેવા...’ જેવી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચો હતો. ત્યારે એ ચર્ચા ચાલી છે કે સ્થાનિક ધારાસભ્ય આ મહાશયને શહેર પ્રમુખ બનાવી પોતાના પગ પર કુહાડો મારશે..? કે આ ‘રાજકીય ભસ્માસૂર’નો જન્મ નહીં થવા દે..? બોલ સ્થાનિક ધારાસભ્યના પલડામાં છે.

No comments