સારા ઘરનો શિક્ષિત યુવાન કમલ પારેખ નકલી અધિકારી-ઠગ નીકળ્યો
ગુજરાત પછી હવે ભરૂચમાં નકલી અધિકારી કમ ઠગ કમ મીડિયાકર્મી કમ ચીટર ઝડપાયો. સારા પરિવારનો અને ભદ્ર વિસ્તારમાં રહેતો પત્ની અને બાળકોવાળો શિક્ષિત યુવાન નકલી અધિકારી બની રોફ મારતો અને ફટાકડાના સ્ટોલધારકને દબડાવી ઓછા પૈસે કે મફત ફટકડા લઈ લેવાની વેતરણમાં ઝડપાયો. આ મહાશય કમલ પારેખ પાસેથી પોલીસની નેમ પ્લેટ અને ક્રાઈમ બ્રાન્ચનું આઈકાર્ડ પણ મળી આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વરસો પહેલાં ભરૂચના શક્તિનાથ વિસ્તારના સરદાર મ્યુનિ. શોપિંગમાં આવેલ ગિફ્ટ આઈટમની દુકાનમાં નોકરી કરતો અને પછી ફોર વ્હીલર વેચતી કાર કંપનીના ભરૂચના શોરૂમમાં સેલ્સમેન તરીકે કાર્યરત આ ચીટર કમલ નટવરલાલ પારેખ શિક્ષિત અને સારા ઘરનો યુવાન છે.
બનાવની
વિગત એવી છે કે ભીડભંજનની
ખાડી વિસ્તારમાં રહેતાં ગણેશ મકવાણા અને અશોકે મળી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાનો
સ્ટોલ ખોલ્યો હતો. 30મી ઓક્ટોબરની રાત્રે બારેક વાગ્યે
તેમના સ્ટોલની સામે એક કાર આવીને ઉભી રહી હતી. જેના પર પોલીસની નેમ પ્લેટ લગાડી
હતી. જેમાંથી એક શખ્સે ઉતરી તેમની પાસે આવી પોતાની ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે
પોતાની ઓળખ આપી હતી. તેમજ આઇકાર્ડ પણ બતાવ્યું હતું. જે બાદ તેણે તેમનું સ્ટોલનું
લાયસન્સ માંગતાં ગણેશ ગભરાઇ ગયો હતો. તેણે તેનું લાયસન્સ બતાવી
દુકાનમાંથી ૭૫૦ રૂપિયાના ફટાકડા ખરીદી કર્યાં હતાં, પણ માત્ર ૩૦૦ રૂપિયા ઓનલાઇન ચુકવ્યાં હતાં. આ મહાશય
બીજા દિવસે સાંજે ચારેક વાગ્યે તે ફરી આ જ
સ્ટોલ પર આવી ૨૮૫૦ રૂપિયાના ફટાકડાં લીધાં હતાં અને
પોલીસનો રોફ બતાવી
૧૦૦૦ રૂપિયા ઓનલાઇન ચુકવ્યાં હતાં.
આ
અંગે સ્ટોલ ધારલ ગણેશ મકવાણાને શંકા જતાં તેણે પુછપરછ
કરી તેઓ કયા
પોલીસ સ્ટેશનેની આવે છે, તે જાણી લીધું હતું. આ ઉપરાંત તેણે કરેલ ઓનલાઇન પેમેન્ટની વિગત
પરથી માલુમ પડ્યું હતુ કે તેનું નામ કમલ નટવર પારેખ છે. આ માહિતીના આધારે તપાસ કરતા
આ નામનો કોઇ
વ્યક્તિ પોલીસમાં ન હોવાનું જણાતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. જેના આધારે પોલીસે આ મહાશયની ધરપકડ કરી હતી.
No comments