“કદાચ આમ આદમી પાર્ટીએ જાતે જ હુમલો કરાવ્યો હોય..!" : કોંગ્રેસ પ્રવક્તા મુમતાઝ સિદ્દીકી
આમ
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના
પૂર્વ મુખ્યમંત્રી પર પદયાત્રા દરમિયાન ગ્રેટર કૈલાશ
વિસ્તારમાં પ્રવાહી ફેંકવાનો અને હુમલાનો પ્રયાસ કરાયો
હતો. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતાં આરોપ
કર્યો કે, આ હુમલો ભાજપે કરાવ્યો છે. દિલ્હીના
મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ભાજપ ગંદી
રાજનીતિ કરી રહ્યું છે. અરવિંદ કેજરીવાલની વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપના
ગુંડાએ હુમલો કર્યો હતો. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં હરાવી
શકાય તેમ નથી તે ભાજપ જાણે છે, તેથી તેમણે આવી ગંદી
રાજનીતિનો સહારો લીધો છે અને અરવિંદ કેજરીવાને મારવા માગે છે.
જો કે બીજી તરફ ઈન્ડિ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના સહયોગી કોંગ્રેસના પ્રવક્તા મુમતાઝ સિદ્દીકીએ સમાચાર સંસ્થા ANIને આપેલ નિવેદનમાં જણાવ્યું છે, “કદાચ આમ આદમી પાર્ટીએ જાતે જ હુમલો કરાવ્યો હોય..! ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણી સમયે ચર્ચામાં રહેવા...” ત્યારે હવે સવાલ એ છે કે દિલ્હીમાં લોકસભાની ચૂંટણી સાથે લડનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં સામસામે ચૂંટણી લડશે..? શું મુમતાઝનું નિવેદન કોંગ્રેસની રણનીતિનો ભાગ છે..? કે મુમતાઝ સિદ્દીકી (પટેલ)નો બફાટ..? અત્રે ઉલ્લેખનીય છે કે મુમતાઝ સિદ્દીકી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત એહમદ પટેલની પુત્રી છે, અને થોડા સમયથી કોંગ્રેસના પ્રવક્તા પદે કાર્યરત છે.
click link to watch video
https://youtube.com/shorts/2li48cqmJgM
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ કહ્યું, છેલ્લા
બે વર્ષથી ભાજપે કેજરીવાલને પરેશાન કરી રહી છે. ખોટા કેસ અને ધરપકડ કરી છે. ડાયાબિટીસથી પીડિત કેજરીવાલને
જેલમાં ઈન્સ્યુલિન આપવાની ના પાડી હતી. ભાજપ અરવિંદ કેજરીવાલને
પરેશાન કરવામાં નિષ્ફળ જતા પદયાત્રા
દરમિયાન જીવલેણ હુમલો કરવાની યોજના બનાવી હતી. તો મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, "ભાજપના નેતાઓ બધાં રાજ્યોમાં રેલીઓ કાઢે છે, તેમના પર ક્યારેય હુમલો થતો નથી.
કેજરીવાલ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. હુમલામાં તે વ્યક્તિએ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો. તેના હાથમાં માચિસ અને સ્પિરિટ હતાં.
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પડી
ભાંગી છે. કેન્દ્ર
સરકાર અને ગૃહમંત્રી કંઈ કરી રહ્યા નથી.
દિલ્હી પોલીસે કહ્યું કે, માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
કેજરીવાલની પદયાત્રા દરમિયાન સાંજે લગભગ પઃપ૦ કલાકે કેજરીવાલ લોકો સાથે હાથ મિલાવતા હતા ત્યારે
અચાનક અશોક ઝા નામના વ્યક્તિએ કેજરીવાલ પર પાણી ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ કર્મચારીઓએ તેને અટકાવી તરત જ તેને પકડી લીધો હતો.
સાથી
પક્ષોના વિરોધાભાસી નિવેદનો દિલ્હીના રાજકારણમાં નવા રાજકીય ગણિતનો સંકેત કરે છે. શું
કોંગ્રેસના પ્રવક્તા મુમતાઝ સિદ્દીકીનું આ નિવેદન બળતામાં ઘી હોમશે..?
No comments