we







નરેંદ્ર મોદીએ યુપીમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું

    પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ઉત્તર પ્રદેશના છ જિલ્લાઓ ઇટાવા, ઔરૈયા, જાલૌન, મહોબા, બાંદા અને હમીરપુરને જોડતા ચાર-માર્ગીય બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાને ફેબ્રુઆરી ૨૦૨૦માં કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં ૨૯૬ કિમી ચાર-માર્ગીય બુંદેલખંડ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશમાં કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિને સુધારવા માટે પૂરતું કામ ન કરવા બદલ રાજ્યની અગાઉની સરકારો પર પ્રહારો કર્યા હતા. ૧૪,૮૫૦ કરોડના ખર્ચે બનેલ આ એક્સપ્રેસ વે ચિત્રકૂટને ઇટાવા નજીક લખનૌ-આગ્રા એક્સપ્રેસવે સાથે જોડશે.



    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે "આ એક્સપ્રેસ વે માત્ર વાહનોને ગતિ આપશે નહીં, પરંતુ સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ વેગ આપશે," વડાપ્રધાને લોકોને, ખાસ કરીને યુવાનોને "રેવારી સંસ્કૃતિ" સામે ચેતવણી આપી અને કહ્યું કે તે દેશના વિકાસ માટે "ખૂબ જ ખતરનાક" હોઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોદીને આવકાર્યા હતા.

    વડા પ્રધાને ફેબ્રુઆરી ૨૦૨૦માં શિલાન્યાસ કર્યો હતો. એક્સપ્રેસ-વે તેની સમયમર્યાદાના મહિના પહેલાં - રેકોર્ડ ૨૮ મહિનામાં પૂર્ણ થયો હતો, સરકારે જણાવ્યું હતું. એક્સપ્રેસ વેથી પ્રદેશમાં આર્થિક વિકાસને મોટો વેગ મળવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે કારણ કે સરકાર આ એક્સપ્રેસવે પ્રોજેક્ટ સાથે બુંદેલખંડ પ્રદેશની આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે.

No comments