ભરૂચ જિલ્લાની રાજકીય નવાજૂની શું કહે છે..?
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચૂંટણી નહીં જંગ બની ચૂકી છે. કારણ આપ પહેલીવાર બધી સીટો સાથે મેદાને ઉતરી છે. કોંગ્રેસ ર૭ વર્ષનો વનવાસ દૂર કરવા આતુર છે. તો ભાજપા ર૭ વર્ષનું શાસન બચાવી ર૦ર૪ની ચૂંટણી માટે પાયાના પત્થરનું પુન:સ્થાપન કરવા કટીબદ્ધ છે. પરિણામે બધાં પક્ષો પ્રજા માટે નહીં પોતાના અને પોતાના પક્ષના રાજકીય અસ્તીત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. અને એટલે જ તમામ પક્ષો અને તેમના નેતા ગમે તે હદ સુધી જઈ રહ્યાં વા કે પહોંચવા મથી રહ્યાં છે..¦ હાલ ઓપિનિયન પોલ સર્વે પર પ્રતિબંધ છે, પણ મતદારોના મૂડ અને સ્વિંગની ચર્ચા મથામણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
તમે આપણી ફિલ્મ જોઈ કે નહીં click below image
ભરૂચ
જિલ્લાની વાત કરીએ તો નેવુના દાયકાથી ભાજપાનો અખંડ ગઢ રહેલ આ વિસ્તાર આ વખતે થોડો
નબળો ભાસી રહ્યો છે. ગત
વખતે ભરૂચ, અંકલેશ્વર
અને વાગરા બેઠક જીતનાર અને જંબુસર બેઠક નજીવા માર્જીનથી હારનાર ભાજપા આ વખતે કદાચ
બેઠકો જાળવી રાખે તોય માર્જીનમાં ઘટાડો નિશ્ચિત લાગી રહ્યો છે. હાલના સંજોગોમાં માત્ર ભરૂચ
બેઠક જ માર્જીન યથાવત રાખે તેવી સંભાવના વર્તાઈ રહી છે. અંકલેશ્વર બેઠક ભાજપા જીતે
તેવી પૂર્ણ શકયતા છે4 પણ
ગત વખતે મળેલ ચાલીસ પિસ્તાલિસ
હજારની લીડ ખાસ્સી સંકોચાશે. ઝઘડીયા છોટુભાઈનો ગઢ હતો ને આજેય અકબંધ લાગે છે. દર
વખતની જેમ આ બેઠક પર છોટુભાઈના માસ્ટર
સ્ટ્રોકમાં બધાં જ પક્ષો ધરાસાઈ થઈ ચૂકયા છે. બાપ બેટાની લડાઈમાં બધાં પહેલાં
પોરસાયા અને પછી અટવાયા છે. વાગરા સીટ ગત વખતે ભાજપા અઢી હજારના માર્જીની જીતી હતી. આ વખતે પણ એ જ બન્ને
ઉમેદવાર સામસામે છે. વધુમાં ભાજપામાં ગાબડું પાડી શકે તેવાં બે ઉમેદવારો કમલેશ
મઢીવાલા અને જયરાજસિંહ સામે છે.
જો કે ભાજપાને આ સીટ સતત બે વાર જીતાડનાર અરુણસિંહ રણાને કોઈ પણ એન્ગલથી અંડર
એસ્ટિમેટ કરી શકાય નહીં. હાલ
ફિફટી–ફિફટી કે એડવાન્ટેજ કોંગ્રેસ ભાસતી બેઠક પર
ગમે ત્યારે અને ગમે તેટલું મોટું પરિવર્તન આવવાની પૂર્ણ શકયતા છે. જંબુસર બેઠક પર પટેલ વિરૂદ્ધ ઓબીસી (કોળી)
મતદારોની લડાઈ ભાજપા માટે કારમા સમાચાર લાવે તો નવાઈ નહીં. ત્યારે એકવાત સ્પષ્ટ છે કે ભાજપા ગત વખતની જેમ પાંચમાંથી ત્રણ બેઠક
જીતવાનો રેકોર્ડ જાળવી રાખશે તોય તેના માટે વિન વિન સિચ્યુએશન જ રહેશે. હા, લોકસભામાં
થોડી અકળામણ જરૂર વધશે.
do you have one minute..? click link/below image
No comments