બોલો ભરૂચ વિધાનસભા કોણ કેટલી સરસાઈથી જીતશે..?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અન્વયે પહેલાં તબક્કામાં ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકો પર મતદાન થયું, જેમાં ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોનો પણ સમાવેશ થયો. ભરૂચ જિલ્લામાં સરેરાશ ૬૭.૫૪ ટકા મતદાન થયું, પણ જિલ્લાના વડામથક એવી ભરૂચ વિધાનસભામાં માત્ર ૫૮.૨૭ ટકા જ મતદાન નોંધાયું જે ૨૦૧૭ના ૬૮% મતદાનની સરખામણીએ આ વખતે દસેક ટકા ઓછું મતદાન થયું છે. જેની સરખામણીએ આ વખતે ભરૂચ વિધાનસભાના ૧૪૯૮૦૫ પુરુષ મતદારો પૈકી ૯૦૨૦૦ પુરુષોએ મતદાન કર્યું જ્યારે૧૪૩૬૪૮ સ્ત્રી મતદારો પૈકી ૮૦૮૧૪ મહિલાઓ, અન્ય ૨૨ પૈકી ૦૩ મતદારો મળી એમ કુલ-૨૯૯૪૭૫ મતદારો પૈકી કુલ- ૧૭૧૦૧૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ મતદાન થયેલ મતોની ૧૭૦૩૭૭થી વધીને ૧૭૧૦૧૭ થઈ પણ ટકાવરી દસેક ટકા ઘટી..! કારણ ભરૂચ વિધાનસભાના મતદારોની સંખ્યા ૨૫૦૪૪૩થી વધીને ૨૯૯૪૭૫ થઈ છે.
ભરૂચ
વિધાનસભા ક્ષેત્રમાં થયેલ ઓછા મતદાનની ટકાવારી અને તારણ કાઢવા આ મતક્ષેત્રને પાંચ વિભાગમાં
વહેંચ્યું છે. જે અનુસાર ભરૂચ નગરની (૧). ઉત્તર-પૂર્વે આવેલ ગામો (૨). ભરૂચ શહર (૩).
મક્તમપુર (૪). ઝાડેશ્વર અને (૫). સામેપારના અંક્લેશ્વર તાલુકાના ગામો. આ પાંચ પૈકી
પહેલાં ચારમાં ગત ચૂંટણીની સરખામણીએ મતદાન ઓછું થયું છે, જ્યારે વિભાગ પાંચ અર્થાત
સામેપારના અંક્લેશ્વર તાલુકાના ગામોમાં મતદાન વધું થયું છે..!
વિભાગ
એકમાં ભરૂચ નગરની ઉત્તર-પૂર્વે આવેલ ગામો આવેલાં ગામો અર્થાત ચાવજ, ઉમરાજ, કંથારીયા,
શેરપુરા, નંદેલાવ, રાહડપોર, વડદલા, હલદરવા અને ભોલાવના કુલ મતદારોઃ૪૫૩૯૦ની સામે ૨૪૮૯૨
અર્થાત ૫૫% જ મતદાન થયું છે. આવી જ રીતે ભરૂચ શહેરના કુલ મતદારોઃ ૧૪૮૦૧૨ની સામે ૮૧૫૪૮
અર્થાત ૫૫% જ મતદાન થયું છે. ભરૂચ વિધાનસભાના ત્રીજા વિભાગ મક્તમપુરના કુલ મતદારઃ ૧૨૦૮૯ની
સામે ૭૧૭૮ અર્થાત ૫૯.૩% મતદાન થયું છે. આવી જ રીતે ચોથા વિભાગ ઝાડેશ્વરના કુલ મતદારઃ
૨૫૧૯૨ની સામે ૧૪૯૧૦ અર્થાત ૫૯.૧% મતદાન થયું છે. તો સૌથી વધુ મતદાન પાંચમાં વિભાગ અર્થાત
સામેપારના અંક્લેશ્વર તાલુકાના ગામોમાં થયું છે. અહીંના કુલ મતદારોઃ ૪૬૭૫૩ની સામે ૩૧૪૬૨
અર્થાત ૬૭.૩% મતદાન થયું છે.
તમે આપણી ફિલ્મ જોઈ કે નહીં..? લો આ રહી લિંક.
Click below link
આ વિધાનસભાના
પરિણામના તારણની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ જે વિસ્તારના છે ત્યાં
સૌથી વધુ ૬૭.૩% મતદાન થયું છે. જે ભાજપાન ઉમેદવારનો ગઢ કહેવાય તેવાં મક્તમપુર અને ઝાડેશ્વરમાં
૫૯% મતદાન થયું છે. જ્યારે બન્ને માટે બરાબરીનો એરીયા કહેવાય તેવાં ભરૂચ શહેર અને ઉત્તર-પૂર્વના
ગામોમાં ૫૫% જેટલું મતદાન થયું છે. તો વળી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ આ જ વિસ્તારના
અને અહીંથી જ થોડું પ્રભુત્વ ધરાવતાં હોય ભાજપાની લીડ ઓછી થવાની શક્યતા પૂરેપૂરી વર્તાઈ
રહી છે.
ગત વખતે
ભાજપા લગભગ ૩૩ હજાર મતોથી ભરૂચ વિધાનસભા જીત્યું હતું, પણ ઉપરોક્ત પરિબળ અને ત્રણ ટર્મના
ઉમેદવાર બદલવાની નીતિને કારણે તેમના સમર્થક મતદારોની થોડીક નારાજગીના પગલે ભાજપાના
ઉમેદવારની જીતની સરસાઈ ઘટે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જો બધાં આંકડાઓ, સમીકરણો અને
તારણો પછી એમ ભાસે છે કે ભાજપા ભરૂચ વિધાનસભા અંદાજીત પંદરેક હજાર મતોથી જીતી શકે.
No comments