we







નરેન્દ્રભાઈ, તમારો કે તમારાનો પાળેલો ‘પોપટ’ જેને-તેને બચકાં ભરે છે

 કેટલાંક સજ્જ્નોના ભાજપામાં પ્રવેશ પછી ભાજપાની ચાલ તરડાઈ છે. ચરિત્ર ખરડાયું છે. ચહેરો વિકૃત બન્યો છે. છાશવારે એવાં બનાવો બને છે કે છેલ્લે તો ભાજપા માટે જ નીચાજોણું થાય છે. થોડાક મહિનાઓ પહેલાં અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનમાં દેવી-દેવતાનો ફોટો લગાવવાના મુદ્દે યુવાન આગેવાન અને હાલ યોજાયેલ વિધાનસભાના ટિકિટવાછુંકો પૈકીના એકસાથે ગાળા-ગાળી અને મારા-મારીની હદ સુધીનો વિવાદ થયો હતો. ચર્ચાઈ છે કે મૂળ કોંગ્રેસી અને અત્યંત સજ્જન એવાં આ મહાશય આ વિસ્તારના ધારાસભ્ય અને માજી મંત્રીની કૃપાથી ભાજપામાં જોડાયા પછી વધુ બેફામ બન્યાં છે. તેમાં પણ ખાસ કરીને સાંજ પછી અને રાજાપાઠમાં આવી હદ બહારના બેફામ બને છે. પોતાને આ વિસ્તારના માલીક કે ભાજપાના જાગીરદાર બની જેને ને તેને કરડવા દોડે છે..!

હાલમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પણ દાવેદાર હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં. જો કે કોંગ્રેસે માજી ધારાસભ્ય અને આ વિસ્તારના સિંહ ગણાતા ઠાકોરભાઈ પટેલ ઉર્ફે ઠાકોર ગુમાનના મોટા દીકરા વિજય પટેલ ઉર્ફ વલ્લભદાસને ટિકિટ આપતા ભાજપાએ પરિવર્તનનું મન બનાવ્યું હોય તોય તેમ કરી શક્યું નહોતું..? કારણ લોહા લોહે કો કાટતા હૈ નીતિ અનુસાર ભાજપાએ ઠાકોર ગુમાનના નાના દીકરા અને વર્તમાન ધારાસભ્ય તથા માજી મંત્રી ઇશ્વર પટેલને જ મેદાને ઉતાર્યા હતા. આમ કહેવાય છે કે ભાજપાને કોંગ્રેસયુક્ત બનાવ્યાં પછી ધારાસભ્ય બનાવાનું તેમનું સપનું રોળાયું હતું..! અને એટલે જ મતદાન પૂરું થતાં જ આ સજ્જન મહાશયે કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપા માટે A+ ગ્રેડની બેઠક ગણાતી અંક્લેશ્વર બેઠક જીતવા ભાજપાને ફાંફા પાડી દેનાર વિજય પટેલ સાથે અભદ્ર ટેલિફોનિક વાત કરી હતી.

સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલ આ ઓડિયો અને તેમાં સમાહિત વાતો આ સજ્જન વિરૂદ્ધ ગુનો નોંધવા પૂરતી છે. પણ, શાસકોની સરકાર હોય શાસકપક્ષના નેતા વિરૂદ્ધ ફરીયાદ કેવી રીતે અને કોણ નોંધે..? અહીં તો મોસાળમાં જમવાનું છે અને મા પીરસનાર છે. ખૈર, મૂળ મુદ્દો એ નથી. આ કથિત ઓડિયોમાં ઉચ્ચારાયેલ શબ્દો છે. મારી નગરપાલિકા, હું ગુંડો જ છું..!, કોલર પકડીને ઉઠાવી લેવા તારો ભાઈ તને માફ કરી દેય, હું ની માફ કરા..!

માત્ર એક મિનિટની ફિલ્મ Holyday: Click link to watch movie



આ વાત આટલેથી જ અટકતી નથી. સામાવાળાને જે કથિતપણે વિજય પટેલ હોવાનું મનાઈ છે તેમને મા સમાણી નાગી અને ઉઘાડી ગાળો આપવામાં આવી છે. જો સામાવાળા કહેવાય છે તે પણ તે જ છે તો તેમના માડી જાયા ભાઈને આ ગાળો નથી લાગતી..? શું આ સજ્જન મહાશયના માથા ઉપર એવો તો કોનો અને કેવો હાથ છે કે તે આટલાં બેફામ અને બેલગામ બની આવી વાતો, નિવેદનો કે ધમકી ઉચ્ચારી શકે છે. આ સજ્જન મહાશયની વાતચીતમાં શરાબ પિવાયાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. શું આ લોકો માટે ગુજરાતમાં દારૂબંધી નથી..? કે આમને ટચ પણ કરવાની તાકાત પોલીસ પાસે નથી..! માની લઈએ કે આમની પાસે પરમિટ હશે. તો, શું બિમારીના કારણતળે મળેલ પરમિટનો દારૂ પીધાં પછી આવા જાહેર વર્તન અને વાણિવિલાસની પણ પરમિટ ફાળવવામાં આવી છે..? સ્થાનિક પોલીસ, પ્રશાસન, ભાજપાના આગેવાનો કે આ બનાવની બગલમાં જ રહેતાં ભાજપાના પ્રદેશ પ્રમુખ કે રાજ્ય સરકાર ગૃહમંત્રી કોઈ પગલાં લે કે ન લે, પણ જેના નામ પર આ લોકોનું રાજ ચાલે છે તેમણે તો પગલાં લેવાં જ રહ્યાં.

આપણી ફિલ્મ बिना फाटक की रेल्वे लाईन: Click link to watch movie



પરમ આદરણીય નરેન્દ્રભાઈ...

તમારા તપ અને અથાગ મહેનત સ્વરૂપ ગુજરાત સહિતના અનેક રાજ્યો અને દેશમાં ભાજપાની સરકાર છે. આ કથિત ઓડિયોમાં બેફામ-બેલગામ જણાતા સજ્જન મહાશય આપના પક્ષના છે અને આપના જ કારણે ફુલ્યા-ફાલ્યા છે. બાકી આપના કે કમળના નિશાન વગર તેમની પાંચ પૈસાની પણ રાજકીય ઔકાત નથી. ત્યારે આપ આવા સજ્જન મહાશયને ક્યાં સુધી પ્રજાની છાતી ઉપર બેસાડી રાખશો..? ક્યાં સુધી તેમના દુષ્કૃત્યોને છાવરશો..? કે છાવરનારના માથા ઉપર તમારો હાથ મૂકી રાખશો..? કારણ આ પહેલીવારનું નથી. આ પહેલાં પણ આવું અનેકવાર બન્યું છે અને તમે કડક પગલાં નહીં લો કે નહીં લેવડાવો તો આવું આગળ ઉપર પણ બનશે. અને જો આવામાં કોઈ અઘટીત બનાવ બનશે તો તેના માટે કોણ જવાબદાર લેખાશે..?

ટૂંકમાં કહીયે તો તમારો પાળેલો કે તમારાએ પાળેલો આ પોપટ વારંવાર જેને ને તેને બચકા ભરે છે. હવે આની લાંબી ચાંચ કાપવાનો સમય પાકી ગયો છે.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

No comments