હવે રાજકીય પક્ષો એસસી, એસટી, ઓબીસી વગર રાજકારણ કરી જ નહીં શકે..!
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિષે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી દરજ્જાને પાત્ર છે. ધાર્મિક સમુદાયો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી શકે છે. સીજેઆઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સાત ન્યાયાધીશોની બેન્ચે તેના કામકાજના અંતિમ દિવસે આ નિર્ણય આપ્યો છે. જો કે, હજી પણ વિવાદ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થા છે કે નહીં. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ત્રણ જજોની બેન્ચ પર છોડી દીધો છે. સુપ્રીમ કોર્ટે એવું નથી કહ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થા નથી. હવે ત્રણ જજોની બેન્ચ આ કેસની નવેસરથી સાંભળી-ચકાસી લઘુમતી દરજ્જા અંગે અંતિમ નિર્ણય આપવામાં આવશે.
બે રાજ્યોની ચૂટણીના માહોલ વચ્ચે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલિગઢની ખેર વિધાનસભા ક્ષેત્રમાં જાહેરસભાને
સંબોધતા કહ્યુ કે, કેંદ્ર સરકારના પૈસાથી ચાલતી આ યુનિમાં વંચિત અને પછાત માટે આરક્ષણ
કેમ નથી..? આ પહેલાં લોકસભાની ચૂટણી વખતે અમિત શાહે કહ્યું છે
કે કોંગ્રેસની નીતિઓને લીધે અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીમાં એસસી,
એસટી, ઓબીસી આરક્ષણ નથી. અનામત ખતમ કરવાના રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા આ વાત કરી
હતી. વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી પાયાવિહોણી વાતો કરે છે. જો
ભાજપનો ઈરાદો તેને ખતમ કરવાનો હોત તો આજસુધીમાં કરી દીધું હોત. પીએમ નરેન્દ્ર
મોદીએ સમગ્ર દેશના દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને ખાતરી
આપી છે કે જ્યાં સુધી ભાજપ છે, ત્યાં સુધી આરક્ષણને કોઈ હાથ
નહીં લગાડે.
યોગીના નિવેદન વિષે શું કહો છો..? click link to watch video
https://www.instagram.com/
સુપ્રીમ કોર્ટે ૧૯૬૮ના અઝીઝ બાશાના ચુકાદાને ૪:૩ની બહુમતીથી ફગાવી દીધો છે. લઘુમતી
દરજ્જાને લઈને વિવાદ ૧૯૬૫માં જ શરૂ થઈ ગયો હતો. તે સમયની કેન્દ્ર સરકારે
AMU એક્ટમાં સુધારો કરીને સ્વાયત્તતા ખતમ
કરી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વરસો સુધી લટકતાં રહેલ આવા અનેક મુદ્દાઓનું
સમાધાન કોર્ટ દ્વારા કરાઈ રહ્યું છે, તેવા સમયે બધાં રાજકીય પક્ષો પોતાની લીટી લાંબી
કરવા અનેક મુદ્દાઓ ઉછાળી રહ્યાં છે.
ખૈર, આઝાદીના ૭૦થી વધુ વર્ષ સુધી
બહુમતી (sc, st, obc)ને માત્ર મતદાર બનાવી રાખી પાંચ-પંદર ટકા લોકોના સમૂહે આ ૭૦%થી
વધુ લોકોના સમૂહ પર એકચક્રી રાજ કર્યું છે, તે હવે ચાલે એમ નથી. હવે રાજકીય પક્ષો એસસી, એસટી, ઓબીસી વગર રાજકારણ
નહીં કરી શકે..!
No comments