૨૦૩૦ પછી વડોદરા-સુરતની જેમ ભરૂચથી ભાવનગર નિયમિત અપ-ડાઉન થઈ શકશે
ભરૂચથી વડોદરા-સુરતની જેમ ભાવનગર
પણ નિયમિત અપ-ડાઉન કરી શકાય તેવા વાહન વ્યવહારનો વિક્લ્પ ભારત સરકારે અમલી બનાવ્યો
છે. જો કે આ જ રૂટ પર કલ્પસર યોજના અને તેની ઉપર વિયર કમ કોઝવે ધરવાતો પ્રોજેકટ વીસેક
વર્ષથી અમલી બનાવવાના કાર્યક્રમો કરાયા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે દરિયામાં અનેકવાર શ્રીફળ પણ નખાયા છે..!
હવે એ પ્રોજેકટ ભૂલીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના
ભારતમાલા પ્રોજેક્ટ્સ અન્વયે ગુજરાતને બે પ્રોજેકટ મળ્યા છે.
આ પ્રોજેકટ અંતર્ગત જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો ૨૪૮ કિલોમીટર
લાંબો ૬ લેન હાઈવે બનશે. બીજા પ્રોજેક્ટમાં ભાવનગરથી ભરૂચ સુધી ૬૮ કિલોમીટર લાંબો ૬ લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી
ભરૂચ વાયા ભાવનગરને જોડતો ૩૧૬ કિલોમીટર લાંબો રાષ્ટ્રીય
ધોરીમાર્ગ બનશે, જેથી સુરત અને સૌરષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટશે. અને કલાકોનો સમય
અને હજારોનું ઈંધણ બચશે. આ પ્રોજેકટ પછી ભરૂચથી ભાવનગર માત્ર દોઢેક કલાકમાં પહોંચી
જવાશે.
જામનગરથી ભરૂચને
જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર ૫૨૭ કિલોમીટરથી
ઘટીને ૧૩૫ કિલોમીટર થશે. આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં ૩૦ કિલોમીટર
લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી એકાદ કલાકમાં ભરૂચ
પહોંચી શકાશે. ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને ૨૪૩ કિલોમીટર થઈ
જશે.
જો કે અત્રે એ પણ સત્ય છે કે
આ પ્રોજેકટ અંગેનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનતા બે વર્ષ જેટલો
સમય લાગશે. જેના માટે બ્રિજ બનાવનાર કંપનીનું નામ નક્કી થયે (સંભવિત ૨૦૨૫માં)થી તે
કામ શરૂ થશે અને ૨૦૨૬માં રિપોર્ટ તૈયાર થઈ શકશે. ત્યારબાદ નાણાંની ફાળવણી અનુસાર ભાવનગરથી ભરૂચ વચ્ચે દરિયામાં બનનારા દેશનો સૌથી લાંબા ૩૦ કિમીના બ્રિજનું
નિર્માણકાર્ય શરૂ થશે. આમ થવાથી આ બ્રિજ મુંબઈનો અટલ સેતુ બ્રિજ (૨૧.૮ કિમી)થી પણ
અંદાજે ૮ કિમી દેશનો સૌથી લાંબો બ્રિજ બનશે. અત્રે
એ પણ નોંધવું રહ્યું કે ભરૂચથી ભાવનગરને દરિયા માર્ગે જોડતી રોરો
ફેરી બંધ થવાથી ભરૂચને થયેલ અસુવિધા અને રોડ માર્ગે થતો ૩૫૦ કિમી લાંબો પ્રવાસ
હવે ૭૫ થી ૮૦ કિમી જેટલો થઈ જશે.
No comments