જેસીબી ચાલકની બેદરકારી; મૃતક પરિજનોને વળતર અને અધિકારી-પદાધિકારી સામે પોલીસ કેસ કરાશે..?
અંક્લેશ્વર હાંસોટ રોડ ઉપર જેસીબીના ચાલકે બેદરકારી પૂર્વક જેસીબી ઉભું રાખતા બાઈક પર આવી રહેલ ૨૮ વર્ષીય નિકુંજ પટેલ જેસીબીના દાતાની પાવડી સાથે ભટકાયા બાદ ત્યાં પસાર થતી ઇકો કાર સાથે ટકરાતા જમીન પર પટકાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાને પગલે નિકુંજ પટેલનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બનાવમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, પણ વિકાસકાર્યના સાફા માથે પહેરનાર અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબહેન રાજપુરોહિત, મુખ્ય અધિકારી કેશવલાલ કોરડીયા અને સંલગ્ન વિભાગના ચેરમેન સહિતના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન હાથ ધરાવી જોઈયે..?
બનાવની
વિગત એવી છે કે અંકલેશ્વર
હાંસોટ રોડ ઉપર હનુમાનજી મંદિર પાસે જેસીબી મશીન દ્વારા રોડની ડ્રેનેજ નું ખોદકામ
ની કામગીરી ચાલી રહી હતી તે સમયે જેસીબી ચાલક દ્વારા
બેદરકારી પૂર્વક ઉભું
રખાયેલ જેસીબીના કારણે ઉભું રાખતા બાઈક પર ઘેર આવી રહેલ નિકુંજ ઠાકોર પટેલ પહેલાં
જેસીબીની આગળની પાવડી અને પછી
સામેથી આવતી ઇકો
કારના પાછળ ટકરાતા મોં અને માથાની ગંભીર ઈજાને પગલે તેનું
મોત થયું હતું.
આ
દુર્ઘટનાના મૃતકના પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તેમની અને કોન્ટ્રાકટની
બેદરકારીના આક્ષેપ સાથે
નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામકાજ કાર્યરત
હોવાં છતાંય ત્યાં
સાવચેતી અંગેનું બોર્ડ, બેરીકેટ કે અન્ય કોઈ નિશાન ન રખાયું હોવાના કારણે અકસ્માત થયો હોય પીડિત પરિવારને ન્યાય મળે
તેવી માંગ કરી હતી.
ત્યારે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે ભરાયેલાં પાણીને કારણે ગટરમાં પડી ડૂબી જનાર
યુવકના પરિજનોને ભરૂચ નગરપાલિકાએ ૨૦ લાખ રૂ. વળતર ચૂકવ્યું હતું. તેવી જ રીતે આ સંજોગોમાં
કોન્ટ્રાકટર અને પાલિકાએ મળીને મૃતક પરિજનોને વળતર ચૂકવવું જ જોઈયે. આ ઉપરાંત જવાબદાર
અધિકારી, પદાધિકારી અને કોન્ટ્રાકટર સહિતના સામે પોલીસ ફરીયાદ થવી જ જોઇયે.
No comments