we







વિકાસના નામે પાંચ વર્ષથી તોડી પડાયેલ રેલ્વે સ્ટેશન પરનો ફૂટ ઓવરબ્રિજ ક્યારે..?

વર્તમાન શાસકો માટે વિકાસની પીપૂડી ગાજરની બનેલી છે, જે ખાવા માટે પણ કામ આવે છે, અને વગાડવા માટે પણ..! દેશના અનેક રલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાની યાદીમાં ભરૂચ રલ્વે સ્ટેશનનું પણ નામ છે અને તેની કામગીરી શરૂ કરી દીધી હોવાનું માલુમ પણ પડે છે. પણ..? વિકાસના નામે પાંચેક વર્ષ પહેલાં તોડી પડાયેલ ફૂટ ઓવર બ્રિજ આજેય નથી બન્યો. એટલું જ નહીં ટૂંક સમયમાં બને તેનું નામ નિશાન પણ દેખાતું નથી. આના કારણે રોજ હજારો મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડે છે. નાછૂટકે માલ સામાન વહન કરવાના સ્લોપ બ્રિજ (રેમ્પ)નો ઉપયોગ કરવો પડે છે. શા માટે..? કેમ..? આના માટે જવાબદાર કોણ..? આનો ઉકેલ કોણ લાવશે..?


ભરૂચ જંકશન અથવા ભરૂચ રેલ્વે સ્ટેશન ગુજરાતમાં આવેલ મુખ્ય રેલ્વે સ્ટેશનો પૈકીનું એક રેલ્વે સ્ટેશન, પશ્ચિમ રેલ્વેનાં સંચાલન હેઠળ આવે છે. આ રેલ્વે સ્ટેશન અમદાવાદ-મુંબઈ, મુંબઈ-દિલ્હી, મુંબઈ-સૌરાષ્ટ્ર અને અમદાવાદ થી દક્ષિણ ભારતને જોડતાં રેલેમાર્ગ ઉપરનું અગત્યનું સ્ટેશ છે. થોડા સમય પહેલાં અહીંથી દહેજ જવા માટેના રેલ્વેમાર્ગને નેરોગેજમાંથી બ્રોડગેજમાં બદલવાનું કાર્ય પણ પૂર્ણ કરાયું છે. 


click link to watch video

https://www.instagram.com/reel/DCtXTYBzGZ1


આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ પશ્ચિમ રેલવેના ૪૫ રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૬ ઓગષ્ટે રી-ડેવલોપમેન્ટનો શિલાન્યાસ કરાવ્યો હતો. જેમાં ભરૂચ સ્ટેશને પૂર્વ અને પશ્ચિમ તરફથી પ્રવેશવા ભવ્ય પ્રવેશદ્વાર, એલિવેટર, એસ્કેલેટર, એસી વેઈટીંગ રૂમ, દરેક પ્લેટફોર્મ પર એક છેડેથી બીજા છેડે જવા ફૂટઓવર બ્રિજ સહિતની અનેક સુવિધાઓ રહેશે. પણ હાલમાં..?


     હાલની સ્થિતિ એવી છે કે લોકો નાછુટકે રેલ્વેટ્રેલ ઓળંગવા મજબૂર બન્યાં છે અને આ તકલીફ લગભગ છેલ્લાં પાંચેક વર્ષથી છે. પરિણામે અકસ્માત સાથોસાથ રેલ્વે પોલીસ દ્વારા વસુલાતા દંડ અને ક્યારેક કનડગતનો પણ સામનો કરવો પડે છે. ૩૪ કરોડના ખર્ચે કરાનારો વિકાસ જ્યારે થશે ત્યારે થશે, હાલ તો મુસાફરો ફૂટ ઓવરબ્રિજ જેવી પાયાની સુવિધાથી વંચિત છે, જેનો ઉકેલ ક્યારે આવશે..? રામ જાણે..!


No comments