we







શું બંધારણીય પદની ગરીમા ભંગ કરવી એ બંધારણનું અપમાન નથી..?

 દેશના ઈતિહાસમાં પહેલીવાર વિરોધપક્ષના ઈન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે રાજ્યસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. આ પહેલાં પણ વિપક્ષે સંસદ પરિસરમાં જગદીપ ધનખડની મિમિક્રી કરી ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય હોદ્દાની ગરીમાને લાંછન લગાડ્યું હતું. આ વખતે પણ વિપક્ષનો એ જ આરોપ છે કે, ‘જગદીપ ધનખડ પર રાજ્યસભામાં ભેદભાવપૂર્ણ નીતિ અપનાવે છે.વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને નાસીર હુસૈન, રાજદ, તૃણમૂલ, સીપીઆઈ, સીપીઆઈ-એમ, જેએમએમ, આપ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિતના ૬૦ સાંસદોના હસ્તાક્ષર સાથેની નોટિસ રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી.સી. મોદીને આપવામાં આવી છે. વિપક્ષ બંધારણની કલમ ૬૭(બી) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે. જો કે દરખાસ્ત પસાર કરાવવા જરૂરી બહુમતી વિપક્ષ પાસે ન હોય તેઓ તેને પસાર નહીં કરાવી શકે, પણ, વિપક્ષ જરૂરી બહુમતી ન હોવાં છતાંય સંસદીય લોકશાહી માટેની લડતનો સંદેશો આપવા માગે છે.

આ પ્રસ્તાવ પાસ થાય તો ભારતના સંસદીય ઈતિહાસમાં રાજ્યસભાના અધ્યક્ષને હટાવવાનો આ પહેલો પ્રયાસ હશે અને તેને અધ્યક્ષ માટે શરમજનક સ્થિતિ તરીકે જોવામાં આવશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, તેઓ ઉપરાષ્ટ્રપતિ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગતા નહોતા, પરંતુ  તેમના દ્વારા અત્યંત પક્ષપાતપૂર્ણ રીતે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવતી હોવાના કારણે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ગૃહમાં વિપક્ષના નેતાને બોલવાની તક અપાતી નથી. સરકાર નથી ઈચ્છતી કે ગૃહ ચાલે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના પગલાંને નિરાશાજનક ગણાવ્યું હતું. પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તો પણ જરૂરી સંખ્યાબળ વગર વિપક્ષે તેને પસાર કરાવી શકે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ડિ ગઠબંધનમાં સૌથી મોટા પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત બંધારણની દુહાઈ દઈ રહ્યા છે. હવે વાયનાડથી ચૂંટાયેલ પ્રિયંકા વાડ્રા પણ. ભાઈ-બહેનની આ જોડી ઉપરાંત વિપક્ષના અન્ય સાંસદો પણ હાથમાં બંધારણની નકલ લઈને ફરતાં નજરે પડ્યા છે. સંસદમાં અને બહાર બંધારણની નકલ સોગંદ ખાતા નજરે પડ્યા છે. ત્યારે સવાલ એ છે કે બંધારણની નકલ બતાવવાથી શું તેના પ્રત્યેની આસ્થા સાબિત થાય છે..? 

click link to see video
https://youtube.com/shorts/7lgkF2QVPSk

થોડો સમય પહેલાં તૃણમૂલના સાંસદ કલ્યાણ બેનરજીએ સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી તેમને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રાહુલ ગાંધી સહિત વિપક્ષના વરીષ્ઠ સાંસદો ઉપસ્થિત હતાં. શું બંધારણીય પદની ગરીમા ભંગ કરવી એ બંધારણનું અપમાન નથી..? રાહુલ અને પ્રિયંકા સહિત વિપક્ષે જવાબ આપવો જ રહ્યો.

No comments