ડુમવાડનો રસ્તોઃ ‘યહ તેરા રોડ યહ મેરા રોડ’ સતાધિશોનું અમાનવીય કૃત્ય
ભાજપાના શાસકોની નીતિ-રીતિ સમજવી બહુ કઠીન છે. મૂળ કોંગ્રેસી હોય કે ચાર-પાંચ પક્ષોમાં ફરીને આવેલ આગેવાન હોય, સત્તાના સ્વાર્થ માટે તેમને મૂળ ભાજપીઓના માથે બેસાડવામાં એને જરાય શરમ નથી આવતી..! કુર્સી કે લિયે કુછ ભી કરેગા સાલા..!
આ વાત અત્યારે એટલે યાદ આવી કે જૂના ભરૂચના ડુમવાડ વિસ્તારમાં રોડ બનાવવા પાલિકા સત્તાધીશોએ મંજૂર કરેલાં ૪ લાખ રૂ.
૮ દિવસ બાદ વોર્ડ નગરસેવક અને શાસકપક્ષના
નેતાએ રદ કરવાનો પત્ર લખતાં રાજકીય
ચરૂ ઉકળવા સાથે સ્થાનિકોમાં પણ નારાજગી છે. મુસ્લિમની બહુમતી
વસ્તી ધરાવતાં અને કોંગ્રેસ ગઢ ગણાતાં આ અને અન્ય વિસ્તારોની હાલત બદથી બદતર થઈ ચૂકી
છે ત્યારે આ વિવાદે બળતામાં ઘી હોમ્યું છે. હદ તો ત્યારે થઈ જ્યારે રોડ બનાવવા માટેનો
માલસામાન કોન્ટ્રાકટર દ્વારા સ્થળ ઉપર લાવી દેવાયા પછી આ કામ રદ કરવાનો હુકમ કરાયો
છે..! આમ કામગીરી અપૂર્ણ રહેતાં
સ્થાનિકોમાં નારજગી છે.
આ અંગે શાસકપક્ષના
નેતાનું કહેવું છે કે ગટર અને
પાઈપ લાઈન સહિતની કામગીરી બાકી
હોવાથી રસ્તાનું કામ રોકાવ્યું છે. રસ્તો બનાવવામાં ન બનાવાનું કોઈ કારણ હ નથી. વહેલામાં વહેલી તકે આ રસ્તો બનાવીશું. ત્યારે સવાલ એ છે કે જ્યારે રસ્તો બનાવવાનાં નાણાં મંજૂર
થયાં ત્યારે આ અગેવાન શું કરતા હતા..? અડધું કામ પૂર્ણ થયું ત્યાં સુધી ઉંઘતા હતા..?
આજે એવા અનેક વિસ્તારો છે જ્યાં રસ્તા બન્યાના ગણતરીના દિવસો પછી અન્ય કામો માટે રસ્તા
ખોદી કઢાયા છે..? ત્યારે આ જ રસ્તા માટે આટલી કાળજી કેમ..?
ખૈર, વરસોથી કોંગ્રેસીઓને ખોળામાં બેસાડી પોતાના પક્ષના વહાલા
બનાવતાં ભાજપીઓએ પ્રજાલક્ષી કામના મુદ્દે ‘યહ તેરા કામ યહ મેરા કામ’ની નીતિ અપનાવી
છે. કારણ પૂર્વ ભરૂચ અને પશ્ચિમ ભરૂચના રસ્તાઓ અને અન્ય સુવિધાની વાત કરીએ તો ‘આભ ધરતીનો’
ફેર છે. સામાન્ય નાગરિકોને રાજકીય પક્ષોમાં વહેંચવાની આ નીતિ અમાનવીય છે. કદાચ જનતા
એનો જવાબ નહીં આપી શકે, પણ ઉપરવાળાના ચોપડે બધું જ નોંધાઈ રહ્યું છે. એની લાઠીમાં અવાજ
નથી હોતો. સમજાય તેને વંદન અને બાકીનાનું…
No comments