મોઢ સમાજના અપરણિત યુવક-યુવતીઓ માટેની વેબસાઈટ
ભરૂચ, ગુજરાત અને ભારત સહિત વિશ્વમાં વસતાં મોઢ મોદી તથા અન્ય હિન્દુ સમાજના લગ્નવાંચ્છુક અપરણિત કે અન્ય યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી મળી રહે તે આશયથી તૈયાર કરાયેલ બ્લોગબેઝ વેબસાઈટ આજે કરવાચોથના દિવસથી લોંચ કરી છે. જેના ઉપર મોઢ મોદી તથા અન્ય હિન્દુ સમાજના લગ્નવાંચ્છુક અપરણિત કે અન્ય યુવક-યુવતીઓ પોતાના બાયો-ડેટા તદ્દન નજીવી કિંમતે (૪૯ રૂ. અથવા ૯૯ રૂ.) ચુકવી એક વર્ષ માટે અપલોડ કરી-કરાવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં દોઢેક વર્ષથી સમાજિક આગેવાન ડૉ. તરુણ બેન્કર દ્વારા શરૂ કરાયેલ આ પ્રવૃત્તિ અન્વયે ત્રણ ડિજિટલ બુકલેટ પણ પ્રકાશિત થઈ ચૂકી છે. પરંતુ આ બુકલેટના માધ્યમથી વર્ષમાં એક કે બે વાર જ મોઢ મોદી તથા અન્ય હિન્દુ સમાજના લગ્નવાંચ્છુક અપરણિત કે અન્ય યુવક-યુવતીઓના બાયો-ડેટા શેર કરી સકાતા હોય કાયમ માટે, જે તે વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે, ચોવીસ કલાક બારે માસ આ બાયો-ડેટા જોઈ શકે. પોતાના કે અન્યના બાયો-ડેટાની લિંક સોશ્યલ મીડિયા કે અન્ય રીતે શેર કરી શકે તે માટે આ આયોજન હાથ ધરાયું છે.
કોઈપણ સવાલના જવાબ કે અન્ય જાણકારી માટે ડૉ. તરુણ બેન્કર (M) +91 9228208619 ઉપર સંપર્ક કરી શકાશે.
આ રહી વેબસાઈટની લિંકઃ https://modhsamaj.blogspot.com/
No comments