ભરૂચમાં ડ્રગ્સને આવાકાર-અવસર કોના કાર્યકાળમાં મળ્યો..? તેની તપાસ પણ જરૂરી
ભરૂચ જિલ્લામાં આવકર પછી ડ્રગ્સનો
અવસર આવ્યો છે. આ બધી બદીઓ કયા સમયગાળામાં શરૂ થઈ હતી તે પણ તપાસનો વિષય બનવો જોઇયે.
કારણ આ પ્રક્રિયા શરૂ કરવા અને તેને ધંધો બનાવવામાં જેટલો હાથ આ કાળા કારોબારના કર્તાહર્તા
એવાં અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા કે વિજય ભેંસાણિયા અને તેમના સલાહકાર મયુર દેસલે
અને અમિત મસુરીયાનો હતો તેટ્લો જ હાથ જે તે સમયના વહિવટી બાબુઓ અને કાયદો અને વ્યવસ્થાના
રક્ષકોનો પણ હતો. કારણ તાળી બે હાથ વગર પડતી નથી. અને જો પડી હોય તો તે વખતે આ મહાનુભાવો
કુંભકર્ણની નિંદ્રાના ક્યા સ્ટેજમાં હતાં..? તેની તપાસ પણ થવી જોઈયે.
આવકારનો રેલો સુકાય તે પહેલાં
અવસર એન્ટરપ્રાઈઝ શકંજામાં
આવી ગઈ. સુરત
ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી સાથે મળી વેલંજાની રંગીલા ચોકડી પાસેથી બે કિલોથી વધુ
એમ.ડી.ડ્રગ્સ સાથે કારમાં સવાર ત્રણ કર્મચારીને ઝડપી પાડ્યા
હતાં. આ બનાવ
પછી ભરૂચ એસઓજીને સાથે
રાખી અંકલેશ્વર
જીઆડીસીની અવસર એન્ટરપ્રાઈઝમાં રેડ કરી ૧૪૧ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને ૪૨૭.૯૫ કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ ઝડપી
પાડ્યો
હતો. અવસર
એન્ટરપ્રાઈઝમાં એમ.ડી. ડ્રગ્સ બનાવી તે મુંબઈ અને સુરતમાં સપ્લાય કરાતો
હોવાનો પર્દાફાશ
પણ
થયો હતો.
ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆડીસીની અવસર
એન્ટરપ્રાઈઝમાં બનેલું આ એમ.ડી.ડ્રગ્સ વિશાલ પટેલ લઈ માણસો મોન્ટુ પટેલ અને વિરાટ પટેલ કારમાં
જવાના હોવાની બાતમી પછી આ કાર્યવાહી કરાઈ હતી. આ બનાવમાં સુરત શહેર પોલીસ કમિશનર, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને
ભરૂચના પોલીસ અધિક્ષકના સંકલનમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની બે અલગ અલગ
ટીમને અંકલેશ્વર અને વેલંજા રંગીલા ચોકડી મોકલી હતી. તે પૈકી રંગીલા ચોકડી પાસે ક્રાઈમ
બ્રાન્ચની ટીમે સુરત ગ્રામ્ય એસઓજી સાથે મળી કાર ( નં.જીજે-૧૬-ડીકે-૩૨૯૯ ) ને અટકાવી તેમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલને રૂ. બે કરોડ
ત્રણ લાખ દસ હજારની કિંમતના ૨.૦૩૧ કિલોગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા.
બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમે ભરૂચ
જીલ્લા એસઓજી સાથે મળી અંકલેશ્વર જીઆઈડીસી કરમાતુર ચોકડી પાસે પ્લોટ નં.ઈ-૨-૪૯૦૬/૭ સ્થિત અવસર એન્ટરપ્રાઈઝમાં રેડ કરી
ત્યાંથી સંચાલક વિપુલકુમાર પટેલને પણ રૂ.૧૪.૧૦ લાખની કિંમતના ૧૪૧ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને ૪૨૭.૯૫ ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ સાથે ઝડપી
લીધો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વિપુલ પટેલ છેલ્લા બે મહિનાથી કેમિકલ ફાર્મા
પ્રોડક્ટ બનાવતી કંપનીમાં એચઆર વિભાગના મોન્ટુ, લેબ ઈન્ચાર્જ વિરાટ અને કેમિસ્ટ વિપુલ સાથે મળી કંપનીમાં તેના માલિક
અનિલ અમીનની જાણ બહાર એમ.ડી.ડ્રગ્સ બનાવતો હતો અને વિરાટના માસીના દીકરા પલક પટેલ
( રહે.કતારગામ, સુરત ) મારફતે મુંબઈ અને સુરતમાં વેચાણ
કરતા હતા.તેમણે એક વખત બે કિલો એમ.ડી.ડ્રગ્સ મુંબઈ મોકલ્યું હતું.જયારે સુરતમાં
છૂટક વેચાણ કર્યું હતું.બીજી વખત બનાવેલું એમ.ડી.ડ્રગ્સ તેઓ આપવા જતા હતા ત્યારે
ઝડપાઈ ગયા હતા.
આમ એક સમયે એશિયાની સૌથી મોટી
ઔદ્યોગિક વસાહત ગણાતી અને હાલ દહેજમાં મોટા કેમિકલ ઝોન તરીકે કાર્યરત ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો શું ક્રમશઃ ડ્ર્ગ્સનો
અડ્ડો બની રહી છે..? સાથે-સાથે ગુજરાતની ઔદ્યોગિક વસાહતો અને દરીયા કિનારાના બંદરો
તેની સાથે જોડાયા છે..? આ કાળો કારોબાર ક્યારથી શરૂ થયો હતો. કોની રહેમ નજર હેઠળ શરૂ
થયો હતો. તે સમયે રાજ્યમાં ગૃહમંત્રી કોણ હતું..? ડ્રગ્સના કારોબારમાં લિપ્ત જિલ્લાઓના
પોલીસવડા કોણ હતાં..? જે તે સમયે સંલગ્ન ઔદ્યોગિક વસાહત વિસ્તારના પોલીસ અધિકારી, ફેકટરી
ઈન્સપેકટર, જીપીસીબી અધિકારી અને અન્ય સંલગ્ન વહિવટી વડાઓ કોણ હતાં..? આ કાળા કારોબારને
તેમના છૂપા આશિર્વાદ હતાં કે નહીં..? તેમણે આંખ આડા કાન કરી આ વેપલાનો લાભ લીધો હતો..?
કે નહીં..? જેવાં અનેક મુદ્દાઓની ખરી અને પ્રમાણિક તપાસ જ આના ખરા સત્યને ઉજાગર કરી
શકશે.
No comments