we







ભરૂચ, ઋત્વી ચૌહાણ, મિસિસ યુનિવર્સ અને ખારી સિંગ

તાજેતરમાં સાઉથ કોરિયામાં યોજાયેલી મિસીસ યુનિવર્સ યુએસએ ૨૦૨૪માં ૧૦૦ દેશોની મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચની ઋત્વી ચૌહાણે મિસીસ યુનિવર્સ યુએસએ ૨૦૨૪નો તાજ જીત્યા હતો. આ સ્પર્ધામાં ઋત્વી ચૌહાણે છઠ્ઠા સ્થાને રહી ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. મઝાની વાત એ છે કે ચૌદેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલ ઋત્વી ચૌહાણ આજે પણ ખુબ સારી રીતે ગુજરાતી બોલે છે અને પોતાની વાતમાં ભરૂચની ખારી સિંગને યાદ કરે છે.



આમ તો ઋત્વી ચૌહાણનો જન્મ માતાના શહેર વલસાડમાં થયો પણ પિતા ભરૂચના હોય પ્રાથમિક શિક્ષણ ભરૂચની કોન્વેન્ટ સ્કુલમાં અને ઉચ્ચ્તર માધ્યમિકની પરીક્ષા જીએનએફસી સ્કુલથી પાસ કરી સુરતના કડોદરા ખાતે આવેલ  ફિઝિયોથેરાપી કોલેજમાંથી ફિઝિયોથેરાપીસ્ટની પદવી મેળવી. વર્ષ ૨૦૧૦માં પતિ સાથે અમેરિકા સ્થાયી થઈ અને મીસીગન સ્ટેટમાં નોકરીની શરૂઆત કરી. અહીં ફિઝિયોથેરાપીસ્ટનો વ્યવસાયની સાથે મોડેલીંગ અને ડાન્સીંગ થકી પ્રતિષ્ઠા મેળવી. બે બાળકો પુત્ર રિષવ અને પુત્રી અરનાની માતા ઋત્વી મિસિસ યુનિવર્સ યુએસએ અને છ્ઠ્ઠા સ્થાન સુધી પહોંચી તેમાં પતિ યશેષ પંચાલ, સાસુ હિના પંચાલ અને સસરા જીતેન્દ્ર પંચાલનો સહયોગ રહ્યો.

click link to watch video
ઋત્વીએ યાદ કરી ભરૂચની ખારી સિંગ
https://www.instagram.com/reel/DBcooDwokQS


મૂળે વલસાડના ત્રિકમદાસ બલસારાની દીકરી અસ્મિતા અને જમાઈ યશવંત ચૌહાણની દીકરી ઋત્વી ચૌહાણે માત્ર ભરૂચ કે વલસાડનું જ નહીં પણ ગુજરાત અને ભારતનું નામ પણ સુંદરતા અને સરળતાના પર્યાય ગણાતા આ ક્ષેત્રમાં રોશન કર્યું છે.

No comments