we







કાયદામાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી

ડિજિટલ ટેકનોલોજીના વ્યાપ સાથે તે સંલગ્ન ગુના, છેતરપીંડી અને ટોર્ચરના બનાવો પણ વધી રહ્યાં છે. જો કે ગુજરાત પોલીસ ત્વરીત એકશનમાં આવી છે અને અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેદ્રસિંહ મલિક, અમદાવાદ શહેરના ક્રાઈમ વિભાગના જોઈન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ અને અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશ્નર ડૉ. લવિના સિંહાએ લોકોને માહિતગાર અને જનજાગૃત કરતો એક વિડીયો જાહેર કર્યો છે.



હાલમાં દેશભરમાં વૃદ્ધો તથા મહિલાઓને ડિજિટલ એરેસ્ટ કરીને લાખો રૂપિયા પડાવતી ગેંગેની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. બનાવની વિગત અનુસાર અમદાવાદના સેટેલાઇટના સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે બે કરોડનું ગેરકાયદે ટ્રાન્જેક્શન થયાનું કહી, ડિજિટલ અરેસ્ટ કર્યા પછી ૧.૨૬ કરોડની  છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદના ચાર યુવકોની ધરપકડ કરી છે. સેટેલાઇટના નિવૃત્ત અધિકારી પર ૨૫ દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી સીબીઆઇ અને સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે ફોન આવ્યો હતો. જેમાં તેમના નામે બે કરોડ જેટલી રકમના ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાની વાત કહેવામાં આવી હતી. આ કરોડો રૂપિયા દેશ વિરોધી આતંકી ફંડના હોવાની શક્યતા હોય સીબીઆઇએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં વૃદ્ધ ડરી ગયા બાદમાં તેમને વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ થયાનું કહીને તેમના બેંક એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ અને અન્ય રોકાણોની વિગતો મેળવીને ૧.૨૬ કરોડ ચકાસવાનું કહીને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. ડિજિટલ એરેસ્ટની ઘટનામાં તાઇવાનના ચાર કારસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

તો બીજા એક બનાવમાં નકલી પોલીસે વડોદરાના મહિલા શિક્ષિકાને ચાર કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને ટોર્ચર કરીને એક લાખ પડાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. મુંબઇથી થાઇલેન્ડ ગેરકાયદે પાર્સલ મોકલ્યુ હોવાનું જણાવીને મહિલા પર હ્યુમન ટ્રાફિકના પણ આરોપ લગાવીને આ મામલાના પતાવટ માટે ભેજાબાજોએ એક લાખની માંગણી કરી હતી. આ દરમિયાન કોઇને પણ ફોન કરશો તો તેના પતિને ગોળી મારી દેવાની પણ ધમકી આપવામાં આવી હોવાનું મહિલાએ સાઇબર ક્રાઇમમાં કરેલી અરજમાં જણાવ્યુ હતુ. જેમાં એક ભેજાબાજે તો આઇપીએસ રાકેશકુમાર તરીકે ઓળખ આપી હતી. મહિલાએ ૨૪ મી ઓગસ્ટે ૧૯૩૦ નંબર પર કોલ કરીને ફરિયાદ નોધાવી હતી.

પ્રથમ રેસિડેન્સી, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે રહેતાં ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં રીનાબેન ઢેકાણા સાથે ઘટેલ આ બનાવમાં ૨૪મી ઓગસ્ટે અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેથી કહેવાયુ કે, તમારું કુરિયર ફેડેક્સ કુરિયર મારફતે મુંબઇથી થાઇલેન્ડ ગેરકાયદેસર રીતે ગયું છે, જેમાં એમડી ડ્રગ્સ અને ગેરકાયદે સિમકાર્ડ અને પાસપોર્ટ છે. ત્યારબાદ કોલ સાયબર ક્રાઇમમાં ડાઇવર્ટ કરી અંગ્રેજીમાં કરી તઓ શંકાસ્પદ જણાયા હોવાની માહિતીસર તેમને સતત ચાર કલાક સુધી હાઉસ અરેસ્ટ કરાયા હતાંત્યારબાદ અત્યારે અમે જે રકમ તમારી પાસેથી લઇએ છીએ, તે અમે ત્રણ કલાક પછી તમને પરત આપી દઇશું એમ કહી એક લાખ રૂપિયા મને ટ્રાન્સફર કરવા જણાવ્યુ હતુ. આમ ૩  થી ૪ અલગ-અલગ યુપીઆઇ આઇડી મોકલી ગૂગલ પેના માધ્યમથી એક લાખ રૂપિયા પડાવી લીધા હતા.

click link to see video
share it as much as possible

https://www.instagram.com/reel/DBfOk2jIpEA


આ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જનતા જોગ વિડીયો જાહેર કરી જ્ણાવ્યું છે કે આવા સંજોગોમાં તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અથવા તો સાયબર ક્રાઈમના નંબર ૧૯૩૦ નંબર પર ફોન કરવા જણાવાયું છે.  ચેતતો નર સદાસુખી અનુસાર આ માહિતી વધુમાં વધુ લોકો સાથે શેર થાય તે જરૂરી છે. ઉપરોક્ત વિડીયો લિંક વધુમાં વધુ લોકો સાથે શેર કરી આવી શકનાર સંભવિત સમસ્યા સામે સાવચેત રહેવા થવા નમ્ર અપીલ છે.

No comments