આવા ફોનનું રેકૉર્ડિંગ કરો, સ્ક્રીનશૉટ લો, રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ડાયલ કરો
નરેંદ્ર મોદીએ ૨૦૧૪માં પ્રધાનમંત્રી
બન્યા પછી શરૂ કરેલ ‘મન કી બાત’ ૧૧૫માં એપિસોડે પહોંચી છે. દર
મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત કરાતાં આ કાર્યક્રમમાં અનેકવિધ વિષયોની વાત કરવામાં
આવ છે. ૨૭મી ઓકટોબર, ૨૦૨૪ના રોજ પ્રસારીત થયેલ ૧૧૫માં એપિસોડમાં મોદીએ હાલમાં ચર્ચાનું કેંદ્ર
બનેલ ડિજિટલ-અરેસ્ટની વાત કરી છે. ભારતમાં ‘ડિજિટલ-અરેસ્ટ જેવું કંઈ જ નથી.
કાયદામાં આવી ધરપકડની કોઈ જોગવાઈ જ નથી. જો તમારી
સાથે આવું કંઈ ઘટે તો ગભરાવાની જરૂર નથી. શાંત રહેવાની જરૂર છે.
થોભો. વિચારો અને જરૂરી પગલાં લો. કારણ કોઈ પણ સરકારી એજન્સી પાસે
તમને આ રીતે ફોન કે વિડિયો-કૉલ કરવાની,
તેના દ્વારા તપાસ કરવાની કે તમારી ધરપકડ કરવાની સત્તા નથી. માટે શાંત રહી આ ત્રણ પગલાં લો.
આવો ફોન આવે ત્યારે શાંત રહો. વિચારો. આવા ફોનનું રેકૉર્ડિંગ
ચાલુ કરી દો. સ્ક્રીનશૉટ લો. અને રાષ્ટ્રીય
સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ ડાયલ કરો.
આમ વડાપ્રધાન મોદીએ
મન
કી બાત કાર્યક્રમમાં ડિજિટલ અરેસ્ટ વિશે માહિતી આપી હતી. તેમેણે
કહ્યુ આવો ફોન આવે તો
સૌથી પહેલા તમારે ડરવું જોઈએ નહીં. તમારે જાણવું જોઈએ કે કોઈ પણ તપાસ એજન્સી
ક્યારેય ફોન કોલ અથવા વીડિયો કોલ પર આ પ્રકારે પૂછપરછ કરતી નથી. ‘ફ્રૉડ કરનારાઓ પોલીસ કે સરકારી તપાસ
એજન્સીના માણસ હોવાનો ઢોંગ કરતા હોય છે. તેઓ લોકોને ડર બતાવીને સંવેદનશીલ માહિતી
મેળવી લે છે. આવા લોકો કૉન્ફિડન્સથી વાત કરે છે,
પણ તમારે ગભરાવાની જરૂર નથી. આવી કોઈ અરેસ્ટ હોતી જ નથી. લોકોએ આવા
સાઇબર-સ્કૅમના વિરોધમાં સક્રિયતાથી ભાગ લેવો જોઈએ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ મુદ્દે
જનજાગૃતિ અભિયાન ચલાવવાં જોઈએ.’
click link to see video
https://www.instagram.com/
No comments