we







અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ SDMને લાફો ઝિંકી દીધો..!

 વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન દેવલી-ઉનિયારા વિધાનસભા ક્ષેત્રના અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ ચૂંટણી ફરજ પરના અધિકારી માલપુરાના એસડીએમ અમિત ચૌધરી લાફો ઝીંકી દીધો હતો. આ કૃત્ય કોંગ્રેસ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર નરેશ મીણાએ કર્યુ હતુ.

બનાવની વિગત એવી છે કે, સામરાવતા ગામના મતદારોએ તેમની માંગના સમર્થનમાં મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ મતદાન કેન્દ્ર અને બૂથ તરફ જતો રસ્તો ખુલ્લો હતો. તેવા સમયે SDM અમિત ચૌધરી લોકોને વોટ કરવા માટે સમજાવવા ગયા હતા તે સમયે નરેશ મીણા અને સમર્થકો આવી પહોંચ્યા હતા.  મીણા અને માલપુરાના એસડીએમ અમિત ચૌધરી વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલી પછી મીણાએ પિત્તો ગુમાવી એસડીમને લાફો ઝીંકી દીધો હતો.

click link to watch video

https://www.instagram.com/reel/DCVnPdVoPmU

આ બનાવ પછી મીણાની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર તેના સમર્થકોએ પત્થરમારો અને  વાહનોમાં આગચંપી કરી હતી. તો પોલીસે વળતા જવાબમાં હવામાં ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અનેક લોકો ઈજા થયા હોવાના અહેવાલો છે. પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી લીધી હતી, જોકે તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે.

    આ ઘટના બાદ પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને મીડિયાને આ અંગે જણાવ્યું કે, 'નરેશ મીણા મતદાન કેન્દ્ર પર દોડીને આવ્યા અને એસડીએમ અમિત ચૌધરી સાથે મારપીટ કરી હતી. આ બાબતની તાત્કાલિક નોંધ લેવામાં આવી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ટિકિટ ન આપતા નરેશ મીણાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. પરિણામે કોંગ્રેસના ઉમેદવાર કસ્તુરચંદ મીણાની મુશ્કેલી વધી છે.

No comments