we







જિલ્લા સમાહર્તા-નેતાઓના ખોળામાં બેઠેલાં ભૂમાફિયાના પાપે દુર્ઘટનાઃ નદીમાં નહાવા પડેલા ત્રણના ડૂબવાથી મોત

      ભરૂચની પૂર્વે આવેલ શુકલતીર્થ ખાતે કારતકી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળો આ વર્ષે ગોઝારો બન્યો છે. કહેવાય છે કે વહિવટી વિભાગ અને નેતાઓના ખોળામાં બેઠેલાં ભૂમાફિયાઓએ નદીમાં કરેલાં આડેધડ ખોદાણના પગલે આ દુર્ઘટના બનવા પામી છે.

તા. ૧૫મી નવેમ્બર, ૨૦૨૪ના રોજ ઘટેલાં આ બનાવના એક દિવસ પહેલાં સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન નર્મદા નાહવા ગયો હતો તેનો મૃતદેહ થોડો સમય પછી નદીમાં તરતો મળ્યો હતો. તો ભરૂચના વેજલપુર વિસ્તારના નિઝામવાડી ખાતે રેહેતા પરિવારનો ૧૧ વર્ષીય દિશાંત જ્યેન્દ્ર મિસ્ત્રી, વસંત મિસ્ત્રી અને બિનિત વસંતભાઈ મિસ્ત્રીનું ડૂબી જવાથી અવસાન થયાંની માહિતી મળી છે.

દર વર્ષે ગુજરાતમાંથી અંદાજીત લાખ યાત્રીઓથી ઉભરાતા આ મેળામાં અનેકવાર આવી દુર્ઘટનાઓ ઘટી હોવા છતાય ખનિજ તત્વોની લ્હાયમાં અહીં ગેરકાયદે અને બેફામ ખોદાણ થતું રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલાં નાંદ ખાતેના મેળા સમયે પણ ભૂમાફિયાઓના કારેણે શ્રદ્ધાળુઓએ નદીના સ્થાને કિનારાથી દૂર બનાવાયેલ ફુવારામાં બેસીનેર ન્હાવું પડ્યું હતું. ત્યાં પણ કિનારા સુધી ઉંડુ ખોદાણ કરી નંખાયુ છે.

શું ખાણ ખનિજ વિભાગ, તેમના ઉપરી અધિકારી, જિલ્લા વહિવટી વડા કલેકટર, જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો આ ગેરકાયદે પ્રવૃત્તિથી અજાણ છે..? કે પોતે કે પોતાના આમાં સંકળાયેલ હોય આંખ આડા કાન કરી રહ્યાં છે..? અત્રે ઉલ્લેખનિય છે કે દહેજની એક કંપનીના નિર્માણ સમયે માટી પુરાણની હોડમાં અનેક મોટા નેતાઓ જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકાસ અને નિર્માણ માટે રેતી, માટી અને અન્ય ખનિજ તત્વો જરૂરી હોય ખોદાણ કરવું પણ જરૂરી છે. પણ જિલ્લા સમાહર્તા-નેતાઓ અને ખાણ ખનિજ વિભાગના લોકોના ખોળામાં બેઠેલાં ભૂમાફિયાના બેફામ બન્યા છે. ગેરકાયદે અને આડેધડ ખોદાણ નિયમિત બન્યું છે. વારંવાર બનતા બનાવો પછીય તેમની આંખ ઉઘડતી નથી. ભરૂચના વહિવટી વડા અને ખાણ ખનિજ વિભાગની ના-લાયકી તો એ હદે શરમ વટાવી ગઈ છે કે તેઓ પ્રમુખ અખબારોને પૈસા આપી (જાહેરાત સ્વરૂપે) પોતાની કામગીરીના સમચાર જાહેરાત સ્વરૂપે છપાવે છે.

આ બનાવ પછીય ભરૂચ અને વાગરાના ધારાસભ્યોએ સ્નેહમિલન કાર્યક્રમ કરી તેમની સંવેદના વ્યકત કરી છે, જે મારા મતે નિંદનીય બાબત છે, ખૈર્મ રડશે રૂવાળો કપાસિયાવાળાને શું..? ઉક્તિ અનુસાર મૃતકના પરિવારજનોને ખોટી સાંત્વના અને દિલસોજી પાઠવ્યા પછી મગરની ચામડીવાળા આ બધાં પાછા બેફામ અને આડેધડ ખોદકામમાં લાગી જશે. ત્યારે મૃતકના પરિજનો ગુનાહિત બેદકારી સબબ વહિવટી તંત્ર સામે પોલીસ ફરિયાદ કરે તે જરૂરી છે.

No comments