ઝઘડિયાના ચિત્રકાર જયેશ મિસ્ત્રીને ભારતકૂલ ફેસ્ટિવલ ૨૦૨૪માં સ્થાન
મૂળે ઝગડીયાનો
અને દિવાન-ધનજીશા હાઈસ્કૂલ તથા ભરૂચની કે. એમ
. કોલેજ ઓફ ફાઈન આર્ટ અને સી. એન. ઓફ કોલેજ ઓફ ફાઈન, અમદાવાદ ખાતે આર્ટ કોલેજનો અભ્યાસ કરનાર ચિત્રકાર
જયેશ અશોભાઈ મિસ્ત્રીને ભારતકૂલ ફેસ્ટિવલ ૨૦૨૪માં ચિત્રકાર તરીકે પેઇન્ટિંગ શૉમાં સ્થાન મળ્યું.
સામાન્ય
પરિસ્થિતિમાં બાળપણ વિતાવનાર
જયેશ મિસ્ત્રી આજે અથાક પરિશ્રમથી ઝગડીયા થી
અમદાવાદ સુધી પહોંચ્યો છે. ઝગડીયામાં મળેલ સુશોભનનું કાર્યથી
શરૂ કરી હનુમાનજી અને ગાયત્રી મંદિરે સુશોભનની સેવા કરી, માતાપિતા અને સંતોના આશીર્વાદથી નબળી આર્થીક સ્થિતિ
હતી છતાં પણ આગળ વધતો રહ્યો. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના
મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૨માં સદભાવના મિશન, ભરૂચ ખાતે ૯૦,૦૦૦થી વધુ લોકોની વચ્ચે બેસ્ટ
પેન્ટિંગના એવોર્ડથી સન્માનિત કર્યો હતો.
૨૦૨૧માં અમદાવાદમાં કારકિર્દીની શરૂઆત કરનાર જયેશ મિસ્ત્રી આ અમદાવાદ નગરીમાં એક જોડી કપડાં લઈને આવેલ અને આજે... જેમાં BAPS સંસ્થા દ્વારા એનિમેશન ફિલ્મોમાં પોતાની
કારકિર્દી શરૂ, 3D એનિમેશન અને ગેમ ઇન્ડસ્ટ્રીમાં 3D કેરેક્ટર ડિઝઈનર તરીકે કામ કર્યું અને ઘણા એક્ઝિબિશન પણ કર્યા છે. હાલ
કાર્યરત ભારતકૂલ ફેસ્ટિવલ ૨૦૨૪માં ચિત્રકાર
તરીકે પેઇન્ટિંગ ગ્રુપ શૉમાં સ્થાન મળ્યું છે.
અમદાવાદમાં
ગુજરાત યુનિવર્સિટી ખાતે ન્યૂઝમીડિયા અને ગુજરાત ટુરિઝમ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર
પટેલની અધ્યક્ષતામાં આયોજિત ભાવ, રાગ અને તાલના ઉત્સવ સમાન "ભારતકૂલ"માં કલાભાવકો સાથે ઉપસ્થિત રહીને આપણી
અસ્મિતાના કુળ અને મૂળને સાચવનાર અને સાંસ્કૃતિક વારસાનું વહન કરનાર આ ચિત્રકારને હાર્દિક અભિનંદન.
No comments