શું ચૈતર વસાવા ગૃહમંત્રી કે મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યો છે..?
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી દરમિયાન આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની રચના માટે આહવાન સાથે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની જાહેરાત કરી. હવે ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલે પ્રતિક્રિયા આપી ચૈતર વસાવાની માગણી ગેર વ્યાજબી ગણાવી તેના પર અંગત સ્વાર્થનો આરોપ લગાવ્યો છે.
ચૈતર વસાવાએ અલગ આદિવાસી રાજ્ય માટે આંદોલન માટે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત સાથે
ભીલ પ્રદેશ માટે હાકલ કરી હતી. કેવડિયા, જે હવે એકતા નગરથી ખ્યાત
છે તે ભીલ પ્રદેશની
રાજધાની હશે. ભારતના જે ૨૯માં
રાજ્યની તેણે કલ્પના કરી છે તે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસી બહુલ વિસ્તારોમાંથી બનાવવામાં
આવશે.
હવે સવાલ એ છે કે વિકસિત રાજ્ય ગુજરાત
તથા અન્ય રાજ્યોના આદિવાસી પટ્ટામાંથી જે અલગ રાજ્ય બનાવવાની માગ કરાઈ છે તે ચૈતરના
અંગત સ્વાર્થ માટે
છે..? આ કથિત રાજકીય
પ્લેટફોર્મ અલગ ભીલ પ્રદેશની માંગણી છે કે બીજું કંઈ..? બિરસા મુંડાની જન્મ જયંતીએ જાહેર
કરાયેલ આ સંગઠને આદિવાસીઓમાં એક નવી આશા જગાવી છે..?
ખૈર..! ચૈતર વસાવા ભાજપામાં જોડાશે જેવી રાજકીય અટકળો અનેકવાર થયા પછીય તે હજુય આપમાં જ છે..! ત્યારે એક ચર્ચા એવી પણ છે કે ચૈતર વસાવાની માગ અનુસાર તેમને રાજ્યના ગૃહમંત્રી બનાવાયા હોત તો તે ભાજપામાં જોડાય જાત. ત્યારે સવાલ એ પણ છે કે છોટુ વસાવા પછી ચૈતરે જાહેર કરેલી આ માગ કેટલા અંશે વ્યાજબી છે..? આમ થવાની શક્યતા કેટલી છે..? શું ચૈતર વસાવા ગૃહમંત્રી કે મુખ્યમંત્રી બનવાનું સપનું જોઈ રહ્યો છે..?
No comments