we







નાઈજિરિયામાં મોદીને મહારાણી એલિઝાબેથ પછી ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ નાઈજર’ સમ્માન

       વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો હેતુસર ત્રણ દેશોની મુલાકાતે ગયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયા પહોંચ્યા ત્યારે અબુજા એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યા પછી નાઈજિરિયાના સર્વોત્તમ સમ્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ (GCON)થી સન્માનિત કરવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૬૯માં મહારાણી એલિઝાબેથ બાદ આ સર્વોચ્ચ સન્માન મેળવનારા પીએમ મોદી વિશ્વના પ્રથમ વ્યક્તિ છે. મોદીને આપવામાં આવેલો આ ૧૭મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.

ત્રણ દેશોના પ્રવાસના ભાગ રૂપે નાઈજીરિયા પહોંચેલ મોદી ભારત અને નાઈજીરિયાના સંબંધોને મજબૂત કરવા માટે કટીબદ્ધ છે. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબૂએ પીએમ મોદીને અબુજા શહેરની 'કુંજી' (ચાવી) અર્પણ કરી નાઇજીરીયાના લોકોનો વડાપ્રધાન માટે વિશ્વાસ અને આદર વ્યક્ત કર્યો હતો.

નરેન્દ્ર મોદી ૧૭ થી ૨૧ નવેમ્બર દરમિયાન નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાના ત્રણ દેશોના પ્રવાસે છે. એક નિવેદનમાં મોદીએ જણાવ્યું છે કે, નાઇજીરિયામાં તેમના પ્રથમ પડાવનો હેતુ બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો છે. લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત અમારી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો છે.



મોદીની આ મુલાકાત ૧૭ વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની નાઈજીરીયાની પ્રથમ મુલાકાત છે. ભારત બે મોરચે નાઇજીરીયાના વિકાસ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે - રાહતદરે લોન દ્વારા વિકાસ સહાય પૂરી પાડીને અને ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમો ઓફર કરીને ભારત અને નાઈજીરીયા ૨૦૦૭ થી વધતા આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ સાથે વ્યૂહાત્મક ભાગીદારો છે.

No comments