ડેટોક્સ સંચાલકો સામે ફરીયાદ ક્યારે..? પોલીસ મૌન કેમ..?
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા ચાર કામદારોનાં મોત થયાં છે. બનાવના પગલે ફેક્ટરી ઈન્સપેક્ટર, પોલીસ અને અન્ય વહિવટી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ બનાવ ગુનાના ડાયરામાં આવતો હોય પોલિસે ફરિયાદ નોંધી હતી કે કેમ..? જો ફરિયાદ નોંધાઈ છે તો જવાબદાર કોને ઠેરવવામાં આવ્યાં છે..? તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે..? કોઈ ધરપકડ કે અટ્ક કરવામાં આવી છે કે કેમ..? આ અંગેની કોઈ સત્તાવાર માહિતી પોલીસ તરફથી હજુ સુધી આપવામાં નથી આવી..! કેમ..? શું પોલીસ અને પ્રશાસન કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે..? કે પછી ચાર મૃતકોની આડમાં પોતાનું ગજવું ગરમ..?
બનાવની વિગત એવી છે કે અંકલેશ્વર જીઆઇડીસીની ડેટોક્સ
ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાં મંગળવાર તા. ૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરના સમયે પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટની ઘટના ઘટતાં અફરા તફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત
માહિતીનુસાર કંપનીના એમઈઈ પ્લાન્ટમાં
સ્ટીમ પ્રેસર પાઈપ ફાટવાના
કારણે બ્લાસ્ટ થતા ત્યાં કામ
કરી રહેલાં ચાર કામદારોના મોત થયાં હતાં. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર એક મૃતદેહ ઉછળીને
લગભગ ૧૦૦ ફૂટ જેટલો દૂર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ કામદારોને હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.
બનાવના પગલે ફેકટરી ઈન્સપેકટર, ફાયર ફાઇટરો, સેફટી એન્ડ હેલ્થ
વિભાગની ટીમ તથા પોલીસે ઘટના
સ્થળે પહોંચી તપાસ
શરુ કરી હતી. આ મેટર લખાઈ રહી
છે ત્યારે દુર્ઘટનાને ૧૮ કલાક જેટલો સમય વીતી ગયો હોવાં છતાંય પોલીસે શું કામગીરી કરી
છે તેની કોઈ માહિતી સાંપડી નથી..! તપાસ દરમિયાન શું જાણવા મળ્યું તેનાથી બધાં અજાણ
છે..? કે કોઈ ધાંક પિછોડો કરવામાં આવી રહ્યો છે..? સંબંધિત જાણકારી અનુસાર જો કોઈ ઔદ્યોગિક
કંપનીમાં અકસ્માત કે દુર્ઘટનાને કારણે ત્રણ કે તેથી વધુ લોકોના મોત થાય તો જે તે કંપનીના
માલિક સામે ગુનો નોંધવામાં આવે છે. આ દુર્ઘટનામાં ચારના મોત થઈ ચૂક્યા છે. કદાચ પાંચ…
મોડી સાંજે જિલ્લા સમાહર્તા તુષાર
સુમેરાએ ઘટના સ્થળની મુલાકાત લીધી ત્યારે મૃતક્ના પરિજનોના આક્રંદે વાતાવરણને ગમગીન
બનાવી દીધું હતું. ચોક્ક્સ વળતર ન ચૂકવાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી
હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની સંચાલકો મૃતકના પરિજનોને ૩૦ લાખ રૂપિયાની સહાય આપવા
તૈયાર થયા છે.
ઓનલાઈન માહિતી મુજબ Directors of
Detox India are SAKSHI MAHENDRA SHARMA, CHETAN CHANDRAKANTBHAI CONTRACTOR,
HIRAL PARIMAL DESAI, KRISHNA MURARI PRASAD SINGH and YOGESH GUPTA. Detox
India's Corporate Identification Number (CIN) is U90000GJ2010PTC060122 and its
registration number is 60122. આ મહાનુભાવોને આ દુર્ઘટના માટે પરોક્ષપણે જવાબદાર ગણી
શકાય..?
ખૈરે, હજુય મૂળ સવાલ તો યથાવત જ છે.
ઝાડ નીચે જુગાર રમતાં ચાર જુગારી કે બે-પાંચ હજારનો દારૂનો જથ્થો પકડી પ્રેસ મેટર જાહેર
કરતી ભરૂચ પોલીસ અને ખાસ કરીને અંક્લેશ્વર જીઆઈડીસી આ બનાવ અંગેની વિગત, ફોટો કે વિડીયો
જાહેર કરવામાં કેમ મોડી અને મોળી પડી છે..! શું આમાં કંઈ છુપાવાઈ રહ્યું છે..? કોઈને
બચાવવાનો કે અંગત લાભાલાભનો પ્રયાસ કરાઈ રહ્યો છે..? સવાલો તો ઘણાં છે. જિલ્લા પોલીસવડા
મયુર ચાવડા આનો જવાબ આપશે..? છાશવારે પ્રેસ કોન્ફરન્સ કરનાર ભરૂચ પોલીસ આ મામલે પણ
પ્રેસ કોન્ફરન્સ કરશે..? થોભો અને રાહ જૂઓ.
આ બનાવમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો
પીડીત હોય આ ઢિલાશ વર્તાઈ રહી છે..? ડેટોક્સ સંચાલકો સામે ફરીયાદ ક્યારે..? પોલીસ મૌન
કેમ..?
No comments